Proud of Gujarat
FeaturedGujaratINDIA

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Share

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટાઉદેપુર અતિભારે વરસાદ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી સહીતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડશે જેમ કે, સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, ગ્રામ્ય અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

સાર્વત્રિક વરસાદ રાજ્યમાં આગામી 5 દિવસમાં નોંધાશે પરંતુ આ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ રહેશે. જો કે, સુરત તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નદીઓમાં અને ડેમોમાં પાણીની આવક પણ વધી રહી છે ત્યારે કેટલાક ડેમો ભયજનક સપાટી પર તેમજ ભય જનક સપાટીની નજીક છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે વધુ આગાહી રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદને લઈને કરી છે.


Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી જુગાર રમતાં 4 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ શહેરના પાંચ પી.આઈ ની આંતરિક બદલી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!