અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે, ગામની આબોહવા શુધ્ધ થાય અને ફળાઉ ઝાડ થકી લોકો આવક મેળવે આવા ત્રિવિચાર સાથે અદાણી ફાઉન્ડેશન, દહેજ-ભરૂચ દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને છોડ અને ફળાઉ ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં ૧૨૫૦ ઘર, આઠ સ્કૂલ અને આંગણવાડી મળી ૧૯૦૦૦ ફળાઉ ઝાડ વાવવાનું લક્ષ્યાંક છે. જેમાં પ્રથમ દિવસે ૨૩૨૫ ફળાઉ ઝાડનું વિતરણ ઉંબડબારા, પુનપૂજિયા, હાથાકુંડી અને મૌઝા ગામમાં કરવામાં આવ્યું હતું. છોડ વિતરણ કરવાનો ઉદેશ પર્યાવરણને બચાવો, શાળામા ભણતા વિધાર્થીઓને વૃક્ષથી થતાં ફાયદા અને તેનું મહત્વ સમજાવવું અને ફળાઉ વૃક્ષ થકી ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. ફળાઉ છોડ આવનારા વર્ષોમાં ખેડૂતને ઉપયોગી થશે અને તેમની આવકમા વધારો થશે. કેસર કેરી, સીતાફળ, જાંબુ, બારમાસી લીંબુડી, ચીકુ, અને જમરૂખની કલમ ખેડૂતોને વિતરિત કરાઇ હતી જેથી ઓછા સમયમાં જ એ ફળ આપતી થઈ જાય. અદાણી ફાઉન્ડેશન લાંબા ગાળાના ટકાઉ વિકાસના કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે અને એ દિશાના પ્રયત્નો ભરૂચ જિલ્લાના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના ગામોમાં કરી રહ્યું છે. તેમ અદાણી ફાઉન્ડેન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશનો પ્રારંભ કરાયો.
Advertisement