Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Share

સુરત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બારડોલી તાલુકામાં ૮ ઈચ, મહુવા તાલુકામાં ૧૨ ઈચ પલસાણા તાલુકામાં ૬ ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, અન્ડર પાસમાં પાણી ભરવાને કારણે બપોરે ૧.૦૦ વાગ્યાની સ્થિતિએ ૪૫ જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના ૧૭, મહુવાના ૧૩ અને માંડવી તાલુકાના છ રસ્તાઓ બંધ કરાયા છે. જરૂર જણાય ત્યાં હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકો અવરજવર તરીકે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

જેમાં મહુવા તાલુકામાં ભગવાનપુરા વાંકથી સાંબા રોડ, કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ,આંગલધરા પારસી ફળિયા રોડ, નળધરા સરકાર ફળીયા ટુ બેઝીયા ફળીયા રોડ, ફરવણ કોધાર ફળીયા રોડ, વહેવલ ખુંટી ફળીયા રોડ, મહુવરીયા પટેલ ફળીયા ટુ લીમડી ફળીયા ટુ કાકરીમોર કોલોની રોડ, મહુવરીયા કાંકરીમોરા રોડ, ખરવણ ભીલ ફળીયા રોડ, મહુવા ઓંડચ આમચક્ર કવિઠા નિહાલી રોડના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

બારડોલી તાલુકામાં ઉતારા વધાવા કરચકા રોડ, વાંકાનેર પારડી વાલોડ રોડ,બાલદા જુવવાણી રોડ, જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, રામપુરા એપ્રોંચ રોડ(પી.એમ.જી.એસ.વાય), ખરવાસા મોવાછી જોઇનીંગ સામપુરા રોડ, નસુરા મસાડ નવી વસાહત, નસુરા મસાડ વગા રોડ, ટીમ્બરવા કરચકા રોડ, વડોલી બાબલા રોડ, સુરાલી કોતમુંડા થી બેલ્ધા રોડ, વડોલી અંચેલી રોડ,સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, રાયમ ગામે વોરટરવર્કથી સ્માશાન તરફ જતો રોડ, ઉવા કાપલીયા ફળિયા રોડ અને ખરડ એપ્રોચ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વય્વસ્થા તરીકે નાગરિકો નજીકના રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

સુરતના પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, તુંડી દસ્તાન રોડ, એના વીન્ઝોલીયા રોડ, તુંડી દસ્તાન રોડ, ઓલ્ડ બી.એ રોડ પાર્સીગ થુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ,અંભેટી વાધેચ રોડ, મલેકપુર સીસોદરા રોડ,મખિંગા જોઇન્ટ ટુ NH રોડ બંધ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકામાં છ રસ્તાઓ ઓવર ટોપીંગના કારણે વિરપોર ઘલા રોડ, કાકરાપાર એપ્રોચ રોડ,માંડવી મોરીઠા કાલીબેલ રેગામાં રોડ, દેવગઢ અંધારવાડી લીબ્ધા રોડ, દેવગઢ કોલખડી રોડ, દેવગઢ લુહારવડ રોડ બંધ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

નવસારી જિલ્લાના ૩ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરાશે ઃ

ProudOfGujarat

વૈશ્વિક રોકાણ દ્વારા વધુ વૈવિધ્યકરણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!