Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટનું વડાપ્રધાને ઉદ્ધાટન કર્યું

Share

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તે ઉપરાંત રાજકોટમાં તેઓ KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ રેસકોર્સ મેદાનમાં જંગી સભાને સંબોધન કરશે. આજે રાજકોટમાં હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ થયું હતું. તેમણે એરપોર્ટ પર નિરિક્ષણ પણ કર્યું હતું અને રિબિન કાપીને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન રાજકોટમાં સૌની યોજના લીંક-3 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.

રાજકોટનું હિરાસર એરપોર્ટ 1400 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 2500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement

વડાપ્રધાન મોદી રાજકોટ કાર્યક્રમ બાદ સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે. રાજભવન પર સાંજે વિવિધ પ્રોજેક્ટ પર પીએમ મોદી બેઠક કરીને સમિક્ષા કરશે. રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. એરપોર્ટના ઉદ્ઘાટન પૂર્વે એરપોર્ટના સંચાલન માટે ગ્રીન સિગ્નલ આપતું લાયસન્સ સુપ્રત કરી દેવામાં આવ્યુ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંજીવકુમારના હસ્તે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનુ લાયસન્સ રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને આપવામાં આવ્યું હતું.


Share

Related posts

રાજ્યકક્ષાની પાવરલિફ્ટીંગ,બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધામાં સુરતની માનસી ઘોષે ગોલ્ડ મેડલ મેળવ્યો.માનસી ઘોષની રોજની કલાકોની મહેનત અને પ્રોપર ડાયટ પ્લાનનાં કારણે મળી સફળતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નવરાત્રી ની ઉજવણી અને નવા વર્ષના આગમન ના વધામણા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!