ધરોઈમાં પાણીની આવકમાં વધારો થતા પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી એમ ચારેય તાલુકાઓમાં એલર્ટ અપાયું છે. સાબરકાંઠામાં પસાર થતી નદીના કારણે તલાટીઓને અને અધિકારીઓને સાવચેત કરાયા છે. તેમના વિસ્તારના કાંઠાના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
જે પ્રકારે એક સપ્તાહમાં જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જળ સપાટી એલર્ટ પર પહોંચી ગઈ છે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાને પણ આ પ્રકારે સૂચના આપવામાં આવી છે. અગાઉથી જ સાવચેતીના પગલા લઈ શકાય તે માટે સૂચના આપવામાં આવી છે. પાણીની આવકમાં વધારો થતા ગઈકાલે મોડી રાત્રે જ આ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
ખાસ કરીને ગત વખતે પણ ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદી સુધી પહોંચ્યું હતું. તેવામાં વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી હતી ત્યારે ઉપરવાસમાંથી પડી રહેલા વરસાદના કારણે ફરીથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે એલર્ટ મોડ પર નીચાણવાળા વિસ્તારોને રખાયા છે.