પાનોલીની હાઇકલ કંપનીમાંથી 330 ટન HCL એસિડ ગાયબ થઇ ગયું છે. જીવલેણ કેમિકલને નીતિનિયમો નેવે મુકીને નિકાલ કરાયો છે. હાઇકલ કંપનીનો આખે આખો ઈતિહાસ જ ખરડાયેલો છે અને અલગ અલગ મામલામાં હાઇકલ કંપની બદનામ થઇ ચૂકી છે.
મોતના કેમિકલ મામલે ઘટસ્ફોટ બાદ જનતા પણ સામે આવી છે. ભરૂચની પાનોલીની હાઈકલ વિરુદ્ધ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમિકલ કંપનીઓ ચોમાસાનો ફાયદો ઉઠાવી પાણીના વહેણમાં જીવલેણ કેમિકલ ઠાલવી દેતા હોય છે. ‘માય લિવેબલ ભરૂચ’ અંગે RTI થી પણ માહિતી મળતી નથી. જાણવા મળ્યું છે કે, ફેબ્રુઆરીના મહિનામાં હાઈકલ કંપનીએ કેમિકલ બારોબાર ડ્રેનેજ લાઈનમાં છોડી દીધું હતું અને એ જ સમયે હાઈકલ કંપની પાસે CSR ના નામે ફંડ લેવામાં આવ્યું હતું. તો આ મામલે સવાલો તો ઉભા થઇ જ રહ્યા છે.
મોતના કેમિકલ પર સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. અંકલેશ્વરની પાનોલીની હાઇકલ કંપની પર ઘટસ્ફોટ થયો છે અને હાઇકલ કંપનીમાંથી 330 ટન HCL એસિડ ગાયબ થઇ ગયું છે. આ જીવલેણ કેમિકલને નીતિનિયમોને નેવે મુકી નિકાલ કરાયો છે. GPCB ની તપાસમાં 330 ટન કેમિકલનો હિસાબ જ મળ્યો ન હતો અને તેથી GPCB પાનોલી સ્થિત કંપનીના એકમને ક્લોઝર નોટિસ મોકલી છે. જો કે આટલું મોટુ કૌભાંડ કરવા છતાં કંપનીના સત્તાધીશો નોટિસ અંગે મીડિયા સામે મૌન છે. અને આ સમગ્ર મામલે ભરૂચના કલેક્ટર પર નક્કર કાર્યવાહી નથી કરી રહ્યાં.
એશિયાની સૌથી મોટી વસાહતો ભરૂચમાં આવેલી છે. CSR ફંડ પણ કરોડો રૂપિયામાં આવતું હોય છે જેનાથી ભરૂચના ડીવાઈડર પણ સોનાના બની જાય. પરંતુ ભરૂચની નેતાગીરી નબળી સાબિત થાય છે. કલેક્ટર કચેરીની અંદર ભ્રષ્ટાચારી નેતાઓ આવીને પોતાના બે નંબરના કામ કરાવીને જતા રહે છે. પ્રજાહિતના કામો કરીએ છીએ એના માટે કોઈ સાંભળતું નથી. CSR ફંડ એ કરોડો રૂપિયાનું ફંડ છે.
આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાજુક ફડવાલા જણાવ્યું હતું કે GPCB ના અધિકારીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર મૌન છે તે ખુબ જ ચોંકાવનારું છે. ગેરકાયદે કેમિકલ છોડવા માટે હાઇકલ કંપનીએ કેવો જાદુ કર્યો છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. પર્યાવરણ અને જીવ સૃષ્ટિને પણ હાનિકારક એવા કેમિકલ રાખી સાયકલ કંપનીની સામે હવે ખરેખર કાર્યવાહી થવી જોઈએ એવી વ્યાપક લોક માંગ ઉઠી રહી છે.