લીંબડી ભફૈયા હનુમાનજી આશ્રમ રોડ ઉપર વાડી વિસ્તારમાં આવેલા પ્લોટમાંથી બે દિવસ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા અને બે ભેંસોની ઉઠાંતરી કરી તેમજ એક ભેંસને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે તસ્કરો દ્વારા માર મારવામાં આવેલ ભેસનુ તા. ૨૬ જુલાઈના રોજ મુત્યુ થતાં પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. જ્યારે રોષે ભરાયેલા સંજયભાઈ રામજીભાઈ દલવાડી તથાં રાજારામભાઈ ચાવડા સહિત પશુપાલકો એ લીંબડી સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને યોગરાજસિંહ જાડેજા લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે લીંબડી ભફૈયા હનુમાનજી આશ્રમ રોડ ઉપર વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઢોરની ઉઠાંતરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છતાંય પોલીસ તંત્ર દ્વારા તસ્કરો વિરૂદ્ધ કોઈપણ પ્રકારના કડક પગલાં લેવામાં આવતા નથી. જેને કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.
ત્યારે તા.૨૪ જુલાઈના રોજ ભફૈયા હનુમાનજી આશ્રમ રોડ ઉપર વાડી વિસ્તારમાંથી તસ્કરો દ્વારા બે ભેંસોની ઉઠાંતરી કરવામાં આવી હતી. તેમજ અન્ય એક ભેંસને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોધાવા ગયા હતા તે સમયે પોલીસે વળતો જવાબ આપ્યો હતો કે તમારા પશુઓનુ ધ્યાન તો તમારે જ રાખવાનું હોય ને એમા પોલીસ શું કરે એવુ જણાવી ફરીયાદ લીધી નહી. જ્યારે તસ્કરો દ્વારા માર મારવામાં આવેલ ભેંસનુ તા. ૨૬ જુલાઈ ના મુત્યુ થયું છે. તેમજ આ અગાઉ પણ છ એક માસ પહેલાં વાડી વિસ્તારમાં પશુ તસ્કરો ત્રાટક્યા હતા. વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરોને હથિયારથી ધમકાવી બંધક બનાવી ૪ પશુઓની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. તે સમયે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી. અને તસ્કરો વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરી ન હતી તો જેથી આવા બનાવો વધુ ના બને એ હેતુથી પોલીસ ફરિયાદ નોંધાવી તે માટે હુકમ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
લીંબડીમાં તસ્કરોએ ભેંસને માર મારતા મૃત્યુ થતાં પશુ પાલકો એ સેવાસદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું
Advertisement