ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ના 7 જિલ્લાઓમાં 29 જુલાઈથી અલગ અલગ તારીખોએ 1 દિવસનો અભ્યાસ વર્ગ રાખવામાં આવ્યો છે. જે સંદર્ભે નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ પોઇચા મંદીર ખાતે નર્મદા, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાવા જઈ રહ્યો છે.
નર્મદા જિલ્લાના અભ્યાસવર્ગના સ્થળ પસંદગી માટે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રદેશ ભાજપની ટિમનું ધ્યાન દોર્યું હતું. જિલ્લા યોજાનાર 4 જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્યોના અભ્યાસવર્ગની વ્યવસ્થાનું માર્ગદર્શન જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે અભ્યાસવર્ગની જવાબદારી રવિ દેશમુખ, ઝોનની જવાબદારી નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને શહેર ભાજપ મહામંત્રી અજિત પરીખ સોંપવામાં આવી છે. અભ્યાસ વર્ગમાં બે દિવસમાં 7 સત્રો રાખવામાં આવ્યા છે જેમાં ભાજપ એ કરેલા કાર્યો, જનસંઘથી ભાજપે કેવી રીતે કામ કર્યું તે વિશેની માહિતી, ભાજપની પંચનિષ્ઠા વિશે એક સત્ર રાખવામાં આવ્યું છે. અભ્યાસ વર્ગમાં અલગ અલગ સત્રમાં ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી કરેલ વક્તાઓ બે દિવસ દરમ્યાન પોઇચા મંદિર ખાતે આવશે અને જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન પૂરું પાડશે. આ બે દિવસ દરમ્યાન અભ્યાસ વર્ગમાંથી 4 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સભ્યો એ રાત્રી રોકાણ પણ કરવાનું આયોજન પોઇચા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના હેડક્વાર્ટર રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે વ્યવસ્થાપનની એક બેઠક પણ રવિ દેશમુખ, નિલ રાવ અને અજિત પરીખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને અલગ અલગ સમિતિની રચના કરીને કામ સોંપી દેવામાં આવ્યું છે જેથી 4 જિલ્લાના જિલ્લા પંચાયતના આવનાર સભ્યોને કોઈ તકલીફ ન પડે તેની ખાસ કાળજી પણ રાખવામાં આવશે.