ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશના 6 માંથી 2 દરવાજાઓ હવેથી ખુલ્લા રહેશે. આ દરવાજાઓ પર યુનિવર્સિટી સ્ટાફ, વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે અન્ય વાહનોને સ્ટીકર વિનાના હશે તેમને અંદર પ્રવેશ નહીં અપાય.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય વાહન પ્રવેશ મામલે લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, અધ્યપકો, કર્મચારીઓ અને સ્ટાફના વાહનોને જ પ્રવેશ મળશે. આ સિવાયના બિનઅધિકૃત વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે. સ્ટીકર લાગેલું હશે તે વાહનોને પ્રવેશ આપવાને લઈને યુનિવર્સિટીના કુલપતિએ નિર્દેશ કર્યો છે. યુનિવર્સિટીની ફરતે દરવાજાઓ છે ત્યારે મુખ્ય બે દરવાજાઓ જ ખુલ્લા રાખવામાં આવશે.
અમદાવાદમાં એક તરફ વાહનો બેફામ રીતે ચલાવવાને લઈને રાવ ઉઠી છે. જેનું પરીણામ પણ તાજેતરમાં બનેલા ઈસ્કોન બ્રિજ પરનો અકસ્માત છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ બિનઅધિકૃત વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
જોકે, વિઝીટર્સ પણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી વિઝીટર્સને એન્ટ્રી કરાવીને અંદર પ્રવેશ આપવામાં આવશે. જે બિનઅધિકૃત રીતે યુનિવર્સિટીમાં વાહનો સાથે ચક્કર લગાવવામાં આવશે તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે. 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે.