Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ઈ- રેવા એપ્લીકેશનની વોલેન્ટીયર્સને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલીમ અપાઈ

Share

પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાના અધ્યકક્ષસ્થાને જીલ્લા વહીવટીતંત્ર ભરૂચ ડીઝાસ્ટર વિભાગ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મંચસ્ત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ પ્રાંસગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ઈ- રેવા રિસ્પોન્સ સીટી એપ્લીકેશનના આધારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે અલગ – અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આજના પ્રસંગે રિસ્પોન્સ સીટી એપ્લીકેશનની સ્વંમ સેવકો સાથે પ્રાથમિક ચર્ચા કરી સમગ્ર સિસ્ટમ કઈ રીતે કામ કરશે તેની વિગતો આપી ટ્રેનિંગ આપવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીના માધ્યમથી આવનારા માનવ જીવનના પડકારો સામે સુરક્ષિત રહી, આગોતરા આયોજનના આધારે ઓછામાં ઓછી દુર્ધટનાઓ થાય તેનું નિયમન કરી આપત્તિ વ્યવસ્થાપન એ જ સાચી સાવચેતીની નિશાની છે. ઉપસ્થિત તમામ સ્વયં સેવકો વહીવટીતંત્ર સાથે ખભેખભા મિલાવી અણીના સમયે પોતાના વિસ્તારના લોકોને જાગૃત કરીને સલામત સ્થળ સુધી પહોંચાડવા માટે સારથીનું ભગીરથ કામ કરી નિયમન કરી આપત્તિ વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ બનશે.

આ કાર્યક્રમમાં ભરૂચ વહીવટીતંત્ર અને નોંધાયેલા સ્વયંસેવકોને ઈ- રેવા રિસ્પોન્સ સીટી એપ્લીકેશનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઈ-રેવા એપ્લીકેશન કઈ રીતે કામ કરે છે. આ એપ્લીકેશનના લોકોએ શું કરવું, પુરની સ્થિતિ પહેલા, સ્થાળાંતર કરવાનું થાય ત્યારે, પૂર દરમિયાન, પુર બાદ સ્થિતિ માટે કેવા પગલાં લેવા વગેરેની તમામ બાબતોનું ઝિણવટપૂર્વક માહિતી આપી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ સેમિનારમાં કારોબારી અધ્યકક્ષ નરેશ સુથારવાલા, કોર્પોરેટર વિભૂત યાદવ, પૂર્વ પ્રમુખ સુરભિ તમાકુવાલા, કોર્પોરેટર વિભૂતી યાદવ, ભરૂચ શહેર અને ગ્રામ્ય મામલતદાર, ફાયર સેફ્ટી ઓફિસર, નગર પાલિકા એન્જીનિયર તેમજ ઈ- રેવા એપ્લીકેશનમાં નોંધાયેલા સ્વંમ સેવકો, વિવિધ કચેરીઓના સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


Share

Related posts

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

ProudOfGujarat

માંગણીઓ સ્વીકારો નહિ તો પરિવાર સાથે સરકાર વિરુદ્ધ મતદાન કરીશું, અંકલેશ્વર તાલુકા સેવા સદનના આઉટ સોસિંગ કર્મચારીઓની ચીમકી.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન નજીક માલગાડી નીચે પડતું મૂકી એક યુવકે આત્મહત્યા કરી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!