Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાક વરસ્યા બાદ અનેક જગ્યા એ જળ બંબાકાળ

Share

ભરૂચ જીલ્લામાં આજે બપોરથી મેઘરાજા એ મન મૂકી ધમાકેદાર બેટિંગ કરી હતી, શહેરી તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ આજે બપોરના સમયે જામ્યો હતો, સતત બે કલાક સુધી મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અનેક સ્થળે જળ બંબાકાળની સ્થિતિનું નિર્માણ થયું હતું, ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.

ભરૂચ શહેરમાં બપોરે વરસેલા વરસાદના પગલે શહેરના ફાટા તળાવ, ગાંધી બજાર ચોક, ફુરજા ચાર રસ્તા, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, કસક, દાંડિયા બજાર સહિતના અનેક વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારો મુંજવણમાં મુકાયા હતા. ફાટા તળાવ વિસ્તારમાં પાણી વચ્ચે જ માલ સામાન લઈ જતુ એક મીની ટેમ્પો ફસાઈ જતા ડ્રાઇવર પાણી વચ્ચે જ ટેમ્પો મૂકી સલામત રીતે બહાર નીકળી ગયો હતો.

તો બીજી તરફ ગાંધી બજાર ચોક અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલ શાળામાંથી બાળકોને રજા મળતા સ્થાનિકોની મદદથી બાળકોએ પાણી વચ્ચેથી પસાર થઈ પોતાના ઘરો તરફ રવાના થયા હતા, તેમજ આખા માર્ગ પર પાણી ભરાઈ રહેતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા અને કતોપોર બજાર તરફ ખરીદી કરવા ગયેલા લોકો પણ અટવાઈ જવા પામ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીમાં રોલ પડતા બે કામદારોનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : વિધાનસભા ચૂંટણીઓ પહેલા વાગરા બેઠક પર રાજકીય દંગલ યથાવત, ગણતરીના દિવસોમાં ૫૦૦ થી વધુ કાર્યકરોએ પક્ષ પલ્ટો કર્યો.!!

ProudOfGujarat

નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!