ભરૂચ જિલ્લામાં મણિપુર હિંસાના પડઘા જોવા મળી રહ્યા છે, ગત રવિવારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મહિલા પર થયેલ અત્યાચાર મામાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે બાદ વિવિધ સંગઠનો દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે, અને સળગી ઉઠેલા મણિપુરને બચાવવા અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આજરોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિધાર્થીઓ રેલી સ્વરૂપે ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, હાથમાં પોસ્ટર અને બેનર લઈ વિધાર્થીઓએ મણિપુર હિંસાને રોકવાની માંગ કરી હતી તેમજ હિંસાના દોષિત સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મણિપુર બચાવવાની અપીલ કરી હતી, તો આદિવાસી મહિલા સાથે થયેલ કૃત્ય મામલે પણ ન્યાયની માંગ કરવામાં આવી હતી.
મોટી સંખ્યાયામાં હાથમા બેનરો લઈ પહોંચેલા વિધાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સરકાર એક્શનમાં આવી આ હિંસાને અટકાવી સળગી ઉઠેલા મણિપુરને બચાવી લેવાની માંગ કરી હતી.