Proud of Gujarat
FeaturedGujarat

નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી યોજાઈ

Share

નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી મણિપુરમાં કુકી આદિવાસી અને અન્ય ભોગ બનનાર સમુદાયની સલામતી, ન્યાય અને પુનર્વસન માટે રજૂઆત કરવામાં આવી. સ્વયંભુ રેલીમાં જોડાયા હતા. જેમાં મોટા પ્રમાણમાં બહેનો રેલીમાં જોડાઈ હતી.

મણિપુરમાં વ્યાપક પ્રમાણમાં હિંસામાં અથડામણ થઇ છે જેમાં હિંસા અને સતામણી ખાસ કરીને કુકી આદિજાતિ ઉપર વિશેષ થઇ રહી છે. બળાત્કાર-છેડતી, લુંટ, આગચંપી, મહિલાઓ સાથે ગેંગ રેપ જેવી ઘટનાઓ છેલ્લા અઢી મહિનાથી અવિરત ચાલુ હોય નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા વિશાળ રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરના સી.એન.આઈ ચર્ચથી રેલી શાંતિપૂર્ણ નીકળી હતી. જેમાં કેથોલિક ચર્ચ, સાલ્વેશન આર્મી, મેથોડીસ્ટ ચર્ચ, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સહિતના ચર્ચના ધર્મગુરુઓ સાથે મોટી સંખ્યામાં નાગરીકો સૂચક બેનર સાથે જોડાયા હતા.

આ રેલી બાલ્કન જી બારી થઇ મિશન રોડ માર્ગે કલેકટર કચેરી પહોચી હતી. જેમાં નાગરિકોએ “મણિપુરમાં શાંતિ પ્રવર્તો, ન્યાય આપો, સહુ પ્રેમથી રહો, પીડિતોને સહારો આપો” જેવા સૂચક બેનર સાથે જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદામાં રોજ મરતા  લોકોનાં મૃત્યુનાં આંકડાનાં સમાચાર લખતા પત્રકારોની કલમ ધ્રુજે છે ! રાજપીપળાની કોવિડ હોસ્પિટલ શું ડેથ સેન્ટર બની ગયું છે..!!?

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સફાઈ કર્મીઓના પગાર ન થતાં બીજા દિવસે પણ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો વરીયાળીના વાઘા તથા શણગાર દેવને ધરાતા ભક્તોએ અલૌકીક દર્શન કરી ધન્યતા અનુભવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!