મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો છે. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મણિપુરમાં 3 મે ના રોજથી તોફાનો ફાટી નિકળ્યા છે જે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસેને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે.
હાલમાં જ સોશ્યલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે કુકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ચલાવવામાં આવી રહી છે ત્યારબાદ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. આ ફક્ત એક જ ઘટના નથી પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસીની મહિલાઓ સાથે થઇ હોવાના આક્ષેપ કર્યા હતા આટલું જ નહી પરંતુ કુકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે, ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબુર કરવામાં આવી રહ્યા તેમ આક્ષેપ પણ આવેદનમાં કરવામાં આવ્યા હતા, જે કોઈ અપરાધી છે તે લોકો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી. મણિપુર હિંસા રોકવામાં ત્યાંની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે તેમજ દેશના વડાપ્રધાન પણ આ હિંસાઓ રોકવા માટે પ્રયાસ નથી કરી રહ્યા જેથી મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ હિંસાને સમર્થન આપી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
મૂળ નિવાસી એકતા મંચ તથા બી.ટી.ટી.પી દ્વારા મણિપુરની હિંસા મામલે રાષ્ટ્રપતિને સંબોધીને કરજણના પ્રાંત અધિકારીને આવેદન પાઠવાયુ.
Advertisement