ભરુચના શેરપૂરા રોડ પર થયેલ અકસ્માતમાં આશા સ્પદ યુવતીનાં મૃત્યુ બાદ સ્થાનિક રહીશોએ ચક્કાજામ કરતા તેઓના આક્રોશને શાંત પાડતા વહીવટી તંત્રે આપેલ વચન મુજબ સ્પીડ બ્રેકરની કામગીરી ચાલુ કરી હતી. જો કે રહીશોએ હજુ સ્ટ્રીટ લાઈટની માંગ બાકી હોય આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા હતા.
ભરૂચના જંબુસર બાયાપાસ રોડ પર શેરપૂરા નજીક કાળમુખી ટ્રકની ટક્કર વાગતા પોતાના નાંના ભાઈ સાથે એકટીવા પર સવાર રૂકસાના ને ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયું હતું. તો નાના ભાઈને પણ ઈજા થઇ હતી આ બાદ આ વિસ્તારના રહીશોએ ઉગ્ર આક્રોશ સાથે રોડ પર ઉતારી આવી ચક્કાજામ કરી દેતા વહીવટી અધિકારીઓ પણ પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા અને લોકોની માંગણી મુજબ સ્પીડ બ્રેકર બનાવવાનું વચન આપી સ્થિતિ ને થાળે પાડી છે.
છેલ્લા એક માસમાં નાના મોટા વહાનોથી ધમધમતા આરોડ પર ચાર થી પણ વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. રહીશો દ્વારા સ્પીડ બ્રેકર સહીત સુરક્ષા માટેની માંગણી કરાઈ હતી. જેની પૂર્તિ કરવા સ્પીડ બ્રેકરની કામગીરી હાથ ધરાતા અહીના રહીશોએ અને અગ્રણીઓએ આભારની લાગણી વ્યકત કરી હતી. પરંતુ હજુ પણ સ્ટ્રીટ લાઈટનો અભાવ હોય ૧૫ દિવસમાં તેનો અમલ નહિ કરાય તો વધુ એક વખત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.