Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ટ્રકમાં પશુદાનની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે ની ધરપકડ

Share

વડોદરાની શિનોર પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. અવાખલ ગામ પાસેથી પશુ દાનની આડમાં દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને રોકી તેમાંથી રૂ.30.33 લાખનો દારૂ ઝડપી પોલીસે ટ્રકચાલક સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે. આ કાર્યવાહીમાં પોલીસે 525 પેટી દારૂ, પશુ દાન, ટ્રક મળીને કુલ રૂ. 46.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરાની શિનોર પોલીસને બાતમી મળી હતી કે, પશુદાનની આડમાં એક ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સેગવાથી સાધલી વચ્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન, અવાખલ તરફ જવાના માર્ગે એક શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકી તપાસ આદરી હતી. દરમિયાન ટ્રકમાંથી પોલીસને 525 પેટી દારૂ જેની કિંમત અંદાજે રૂ. 30.33 લાખ થાય છે, જપ્ત કરી હતી. જો કે, પ્રાથમિક તબક્કે ટ્રકમાં પશુદાન થતું હોવાનું જણાવાયું હતું. પરંતુ પોલીસે સઘન તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકચાલક સહિત બે લોકોની ધરપકડ કરી હતી.

Advertisement

આરોપીની પૂછપરછમાં તેનું નામ સગીરખાન ઉર્ફે મુન્નો બાબુખાન પઠાણ અને બબલુ અમરતલાલ ભંડોર હોવાનું ખુલ્યું હતું. બંને જણાવ્યું કે, દારૂનો જથ્થો જુનાગઢના કેશોદમાં લઈ જવાનો હતો. દારૂની 525 પેટીઓમાંથી પોલીસને 12,504 નંગ બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો, ટ્રક, પશુદાન સહિત કુલ રૂ. 46.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપી નૌશાદખાન શૌકતખાન, લડ્ડુ અને જુનાગઢની એક અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


Share

Related posts

ભરૂચ જંબુસર માર્ગ પરથી ચોર ખાનું બનાવી વિદેશી દારૂ વહન કરી લઇ જતી ટ્રક ઝડપાઇ, ૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

ભરૂચથી અમેરિકા સુધી ફેલાયેલ છેતરપીંડીનુ પ્રકરણ ઝડપાયું. ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડતી ભરૂચ SOG પોલીસ. કુલ સાત આરોપી છેતરપિંડીના પ્રકરણમાં સામેલ, મોટરકાર મળી છ લાખ ઉપરાંતની મત્તાની ચીજવસ્તુઓ જપ્ત…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!