ચેન્નાઈના એગમોરના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં 3 થી 12 ઓગસ્ટ દરમિયાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે. આ અંગે થોડા સમય પહેલા દિલ્હીમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ટ્રોફીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે જ્યારે મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે.
ભારતીય ટીમ 9 ઓગસ્ટે પાકિસ્તાન સાથે મેચ રમવાની છે, ત્યારે ભારત સિવાય એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોરિયા, પાકિસ્તાન, જાપાન, મલેશિયા અને ચીનની ટીમો સામેલ થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 3જી ઓગસ્ટે ચીન સામેની મેચથી કરશે. આ પછી ટીમે 4 ઓગસ્ટે જાપાન અને 6ઠ્ઠી તારીખે મલેશિયા અને ત્યારબાદ કોરિયા સાથે મેચ રમશે.
ટિકિટો ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે ખરીદી શકાય?
મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમના ઈસ્ટ સ્ટેન્ડ – બ્લોક એ અને ઈસ્ટ સ્ટેન્ડ – બ્લોક બીની ટિકિટની કિંમત રૂ. 400
સાઉથ સ્ટેન્ડ – બ્લોક A અને બ્લોક B ની કિંમત 300 રૂપિયા
આ ટિકિટો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. મેચના દિવસે સ્ટેડિયમમાંથી ઓફલાઈન ટિકિટ પણ ખરીદી શકાશે. જ્યારે ઓનલાઈન ટિકિટ Ticketgenie વેબસાઈટ પરથી મળી રહેશે.
ભારતીય ટીમ અત્યાર સુધીમાં 3 વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી ચૂકી છે. આ પછી, ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ મેચ 11 ઓગસ્ટે રમાશે જ્યારે ફાઈનલ મેચ 12 ઓગસ્ટે રમાશે.