મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું આજે હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. ત્યારે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
રાજકોટ જિલ્લાથી તેમણે હવાઈ નિરીક્ષણની શરુઆત કરી હતી. મુખ્ય સચિવ પણ તેમની સાથે જોડાયા હતા. રાજકોટથી લઈને જુનાગઢ સુધી તેઓ હવાઈ નિરીક્ષણ કરશે. જેમાં વરસાદી પાણી કેટલું ગરકાવ થયું છે તેનો એરીયલ વ્યૂથી તાગ મેળવશે. જેમાં ઉપલેટા તાલુકાના આસપાસના ગામો તેમજ કલાણા ગામ સહીતના વિસ્તારોથી પાણી ભરાવાની વધુ ફરીયાદો આવી હતી. જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્યાં એરીયલ વ્યૂથી હવાઈ નિરીક્ષણ કરાયું હતું. હવાઈ નિરીક્ષણ બાદ જુનાગઢમાં પણ તેઓ પહોંચશે અને ત્યાં બેઠેક કરશે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે કેટલાક ગામોને પારાવાર નુકસાન થયું છે તેનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અગાઉ પણ હવાઈ નિરીક્ષણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છમાં બિપોરજોયના કારણે ભારે નુકસાન થતા તેમણે હવાઈ નિરીક્ષણ સીએમ સાથે કર્યું હતું ત્યારે ફરી એકવાર ગુજરાતમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ જોવા મળી છે.