નર્મદા જિલ્લામાં એકમાત્ર નગરપાલિકા આવી છે તે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિપક્ષમાં હાલ કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા તરીકે જવાબદારી સાંભળી રહ્યા છે, વોર્ડ નબર 6 ભાજપના નામદેવ નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયા હતા ત્યારે તેઓનુ કોઈ કારણસર મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
તેમાં રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયસિંહ રાવલજીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને જે ભ્રષ્ટાચાર કર્યો છે, ગટરો અને રોડ રસ્તાને ખોદીને જે પ્રજાને હેરાન કર્યા છે ચૂંટાઈને અમે તેના વિરુદ્ધ આવાજ ઉઠાવીશું અઢી વર્ષમાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપ અને કોગ્રેસ અપક્ષ દ્વારા જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને અમે ઉજાગર કરીશું.
રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરી
Advertisement