ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ લુંટના ગુના હેઠળ છેલ્લા આઠેક મહિનાથી નાસતા ફરતા આરોપીને કામરેજ ખાતેથી ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ઉત્સવ બારોટે એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓને આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માર્ગદર્શન આપેલ. દરમિયાન એલસીબી પીએસઆઇ એ.એસ.ચૌહાણ ટીમ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ લુંટના ગુના હેઠળ છેલ્લા આઠેક મહિનાથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો આરોપી વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવા રહે.ગામ ભમાડીયા તા.વાલિયા જિ.ભરૂચના સુરત જિલ્લાના કામરેજ ચોકડી પાસે આવેલ એક ગેરેજ પાસે જોવામાં આવ્યો છે. એલસીબી ની ટીમે કામરેજ ચોકડી ખાતે જઇને તપાસ કરતા ઉપરોક્ત ઇસમ ઝડપાઇ ગયો હતો. એલસીબી એ સદર ઝડપાયેલ ઇસમ પાસેથી એક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ કબજે લીધી હતી. એલસીબી ની ટીમે આ ઝડપાયેલ ઇસમને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપીને આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
Advertisement