Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષકોની પડતર માંગણી બાબતે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

Share

નર્મદા જિલ્લા શિક્ષણ સંઘ સંકલન સમિતિ દ્વારા આજરોજ નર્મદા જિલ્લા કલેકટરને પોતાની પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું હતું, અને શિક્ષકો આ સરકાર સામે લડી લેવાનું મન બનાવી શાળાઓમા સિક્ષણ સિવાયની તેઓ પાસે કરાવવામાં આવતી ઈતર પ્રવૃતિઓ બંધ કરવાની અને વાલીઓને આવી પ્રવૃતિઓથી બાળકોનાં શિક્ષણ પર અસર પડતી હોવાની જાણ કરવામા આવશેની ચિમકી આવેદનપત્રમાં આપવામા આવી છે.

શિક્ષકો એ આપેલ આવેદનપત્રમાં જનાવ્યા અનુસાર તેઓની માંગણીયો ઘણા લાંબા સમયથી સરકાર પુર્ણ કરતી નથી જેમાં તારીખ 1/4/2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર કરવો, અનુદાનીત મઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી વર્ગ આધારિત ગ્રાન્ટ સુધારો કરી પરીપત્ર કરવો, આચાર્યને તારીખ 5/1/1965 ના પરિપત્ર મુજબ એક ઈજાફો આપવા બાબતનો પરીપત્ર કરવો, બિન શૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ તારીખ 16/8/2017 ના ઠરાવથી રદ કરેલ છે તે પુનજીવિત કરી આ ઠરાવ તારીખથી આજ દિન સુધી ખાલી પડેલ જગ્યા ઉપર બિન શૈક્ષણિક વર્ગ 3 (કલાર્ક ) વર્ગ 4 (પટાવાળા) ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રોમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા લેવાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી, વિર્ઘત પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તિ સમય 300 રજા રોકડના રૂપાંતર આપવા બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ કરવો,
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી, બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલી જગ્યા ઉપર ક્લાર્ક સેવકની ભરતી કરેલ નથી તે જગ્યાઓમાં ખાતાકીય પરીક્ષા લેવાય તે પહેલાના બઢતી મેળવવા પત્ર વર્ક 3 કલાક વર્ગ 4 પટાવાળા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી બઢતી આપવી, જુના શિક્ષકની ભરતી કરવી અને આપે સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલ,પી,એ પરત ખેંચવી, સાતમા પગાર પંચના તફાવતનો પાંચમો હપ્તો તાકીદ આપો.

Advertisement

એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલ ફીના સ્લેબ કોઈપણ ફેરફાર છેલ્લા છ વર્ષથી કરવામાં આવેલ નથી તાજેતરમાં રક્ષા શક્તિ સ્કૂલની ફીનોરેશિયો નક્કી કરવામાં આવેલ છે તે મુજબ માધ્યમિક રૂપિયા 2200/- માધ્યમિકમાં 33000 /- અને ઉચ્ચતર માધ્યમિક 40000 /- લઘુમતથી નક્કી કરવામાં આવેલ અને દર વર્ષે સાત ટકા વધારો કરવાની મંજૂરી આપવી.

આ તમામ માંગણીઓને લઈને નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને આવેદન પત્રમાં ચિમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં શિક્ષકો તેમને શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃતિઓ સોપાય છે તેનો બહિષ્કાર કરશે, વાલીઓને શાળામા બોલાવી આવી પ્રવૃતિઓથી વિધ્યાર્થીઓનાં શિક્ષણ બગાડતા પરિણામો ઉપર અસર થાય છે જેથી માહીતગાર કરશે, આમ શિક્ષકો હવે સરકાર સામે લડી લેવાનું મન બનાવી બહાર આવ્યાં છે.


Share

Related posts

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

ProudOfGujarat

માંગરોળ-ઉમરપાડા તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ઝંખવાવ ખાતે યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ વિશ્વવિક્રમ સમારોહ – ૧ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!