Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ, સહાયની કરી જાહેરાત

Share

અમદાવાદમાં મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી હતી.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમના સોશિયલ મીડિયા પર સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

Advertisement

અમદાવાદમાં થયેલા અકસ્માતના પગલે ગૃહ રાજ્યમંત્રીએ આજે તેમના તમામ કાર્યક્રમ રદ કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અકસ્માતમાં ભોગ બનનારા લોકો સામે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. શહેરમાં થયેલા ભયાનક અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી અકસ્માત સ્થળે તેમજ સોલા સિવિલ હોસ્પિટલ જશે તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્તના ખબર અંતર પૂછવા અમદાવાદ સોલા સિવિલ ખાતે જશે.

અમદાવાદમાં આ ઘટના શહેરની અત્યાર સુધીની સૌથી મોટી અકસ્માતની ઘટના કહી શકાય તેમ છે જેમા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ ઈસ્કોન બ્રિજ પરથી થાર કાર ડમ્પરની ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો હતો જેના પગલે બ્રિજ પર લોકોના ટોળા એક્ઠા થયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ગંભીર ઘટના ત્યારબાદ બની જ્યારે કર્ણાવતી ક્લબ તરફથી 160 થી વધુની સ્પીડે આવતી જેગુઆર કાર અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા 9 લોકોના મોત થયા હતા જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા.


Share

Related posts

ઝઘડીયાનું બજાર જાહેરનામા મુજબ સવારનાં સાતથી સાંજનાં સાત સુધી ખુલ્લુ રાખવા વેપારીઓનો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ આહલાદક બન્યું…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથક ના ડી સ્ટાફે નવાદિવા ખાતે થી ૧ લાખ ૪૮ હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!