• કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 63.87 અબજ નોંધાઈ હતી જેની સરખામણીએ નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 53.70 અબજ હતી, જે 18.9% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતાં વધુ છે. પાકને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 19.2% હતી, જે નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં ઉદ્યોગની 17.4%ની વૃદ્ધિ કરતાં વધુ હતી.
• સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં103.8% હતો જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં 104.1% હતો.
o ચક્રવાતને કારણે રૂ. 0.35 અબજની અસર થઈ હતી તેને બાદ કરતાં નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 102.9% હતો.
• કરવેરા પહેલાંનો નફો (પીબીટી) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 11.8% વધીને રૂ. 5.20 અબજ થયો હતો જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 4.65 અબજ હતો.
o મૂડી લાભ નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 1.23 અબજ હતો જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં ₹0.32 અબજ હતો.
• પરિણામે, કરવેરા પછીનો નફો (પીએટી) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 11.8% વધીને રૂ. 3.90 અબજ થયો હતો જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 3.49 અબજ હતો.
• ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 14.7% હતું જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં15.0% હતું.
• સોલ્વન્સી રેશિયો 30 જૂન, 2023 ના રોજ 2.53x હતો જે 31 માર્ચ, 2023 ના રોજ 2.51x હતો જે 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો.
નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકની કામગીરી પર ટિપ્પણી કરતા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ ભાર્ગવ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “પહેલા ત્રિમાસિકમાં અમારું મજબૂત પ્રદર્શન અમારા હિસ્સેદારોનું મૂલ્ય વર્ધન કરવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બજારની પડકારજનક પરિસ્થિતિઓ છતાં, અમે મજબૂત વૃદ્ધિ હાંસલ કરવામાં અને નફાકારકતા જાળવી રાખવામાં સફળ થયા છીએ. આ અમારા બિઝનેસ મોડલની સ્થિતિસ્થાપકતા, અમારી ટીમના સમર્પણ અને અમારા ગ્રાહકો દ્વારા અમારામાં મૂકવામાં આવેલ વિશ્વાસનો પુરાવો છે”
નોંધ:
સંયુક્ત ગુણોત્તર = (ચોખ્ખા દાવાઓ/ ચોખ્ખી કમાણી કરેલ પ્રીમિયમ) + (મેનેજમેન્ટ ખર્ચ – રિઈન્સ્યોરન્સ પર કમિશન)/ માફ કરેલ ચોખ્ખું પ્રીમિયમ
મેનેજમેન્ટ ખર્ચ = સીધું ચૂકવાયેલ કમિશન + ઇનવર્ડ રિઇન્શ્યોરન્સ પર ચૂકવાયેલ કમિશન + વીમા વ્યવસાય સંબંધિત સંચાલન ખર્ચ
ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) = વેરા પછીનો નફો / (( ઓપનીંગ નેટ વર્થ + ક્લોઝિંગ નેટ વર્થ)/2)
નેટ વર્થ = શેર મૂડી + અનામત અને સરપ્લસ