Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : કલોલના જાસપુર અને સઈજમાં ચાલતા જુગાર ઉપર પોલીસના દરોડા

Share

કલોલ તાલુકાના જાસપુર અને સઈજમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે જાસપુરમાં જુગાર રમતા ૧૧ લોકોને ઝડપી લીધા હતા તેમજ સઈજ ગામે જુગાર રમતા ત્રણને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

સાંતેજ પોલીસ દ્વારા તાલુકાના જાસપુર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે અહીં દરોડો પાડી જુગાર રમતા કેતનભાઇ રામદાસ પટેલ રહે. ધરતી સોસાયટી ઓઢવ અમદાવાદ તથા માજીદ મોહમ્મદ ખાન પઠાણ રહે સમીર એપાર્ટમેન્ટ તળાવ પાસે કડી તથા દશરથજી કલાજી ઠાકોર રહે. જાસપુર તથા કિશોરભાઈ ગણપતભાઈ પટેલ રહે. વાલ અમદાવાદ અને દિલીપભાઈ માલાભાઈ ભરવાડ રહે ભરવાડ વાસ વટવા અમદાવાદ તથા મેલાજી ફુલાજી ઠાકોર રહે. જગતપુર તાલુકો દસકોઈ તથા કાળુભાઈ ખેતાભાઇ ભરવાડ રહે. ભરવાડ વાસ વટવા અમદાવાદ અને સુનિલ લોકેન્દ્રસિંહ ભદોરીયા રહે. હરિધામ સોસાયટી નવા નરોડા, અમદાવાદ તથા શ્યામવિર લાયક સિંઘ યાદવ રહેમાન સરોવર ટેનામેન્ટ ચાંદખેડા, અમદાવાદ તથા રહે. અનિલ વકીલની ચાલી મેમકો નરોડા, અમદાવાદ તથા મહેશભાઈ જયંતીભાઈ પટેલ રહે. ખોડીયાર તાલુકો ચાંદલોડિયા અમદાવાદની ધરપકડ કરી હતી. આદરોડામાં જુગારધામ ચલાવતા મુખ્ય સૂત્રધારો તખાજી રામાજી ઠાકોર તથા અશોકજી ઉર્ફે દાઢી શકરાજી ઠાકોર અને સંજય જી શકરાજી ઠાકોર રહે. જાસપુર ફરાર થઈ ગયા હતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા તરીકે પોલીસે જુગારીઓ પાસેથી મોબાઇલ તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૮૭,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તાલુકા પોલીસ દ્વારા આ સઈજ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સઈજ ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી અહીં જુગાર રમતા બુધાજી કાંતિજી ઠાકોર તથા અભુજી અમરાજી ઠાકોર અને સુરેશજી ચતુરજી ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના પાના પત્તા તેમજ રોકડા રૂપિયા ૧૨૧૪૦ જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લુવારા પાટીયા પાસે ટોયટા ગાડી અને ડમ્ફર વચ્ચે અક્સ્માત થતા પાંચ વ્યક્તિઓને ઈજા…

ProudOfGujarat

SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકાના સરપંચનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

લખતર ખાતે વિઘ્નહરતા ને વિદાય અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!