માંગરોળ અને ઉમરપાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ની જમીન સંપાદન પ્રક્રિયા અંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત માંગરોળ અને ઉંમરપાડા તાલુકાના ખેડૂતોની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
સૂચિત નેશનલ હાઇવે નંબર ૫૬ જે ઉમરપાડા તાલુકાના નસારપુર, વાડી અને માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામથી પસાર થતો હોય જે બાબતે ચર્ચા વિચારણા અને જરૂરી સૂચનો સાંભળવામાં આવ્યા હતા માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, માંડવી પ્રાન્ત અધિકારી જનમ ઠાકોર, માંગરોળ અને ઉમરપાડાના મામલતદારો, નેશનલ હાઇવે પ્રોજેક્ટ ડાયરેક્ટર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. અસરગ્રસ્ત પ્રજાજનો ખેડૂતોને ગામદીઠ સાંભળીને જરુરી સુચનાઓ આપી ખેડૂત ખાતેદારોને ઓછામાં ઓછું નુકશાન થાય એવી રજૂઆત કરવામાં આવી. આ પ્રસંગે વાડી ગામના નિવૃત્ત પોલીસ અધિકારી ભીમસિહ વસાવા, સુમુલ ડેરીના ડિરેક્ટર રિતેશભાઈ, વાડી ગામના સરપંચ ભુપેન્દ્રસિંહ વસાવા, ઉમેદભાઈ ચૌધરી, વિજયભાઈ, શાંતિલાલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં પોતાની રજૂઆત કરી હતી.