વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં વસાવા સમાજ સ્મશાન જેવી અત્યંત આવશ્યક સુવિધાથી વંચિત હોઇ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મીડિયા ટીમ દ્વારા દેથાણ ગામની મુલાકાત લેતા ખરેખર સ્મશાનની સુવિધા ન હોવાનું જણાઈ આવ્યું હતું. ગતરોજ ગામમાં એક માજીનું અવસાન થતા ખુલ્લા ખેતરમાં વરસતા વરસાદમાં માજીની અંતિમ ક્રિયા તેઓના સ્નેહીજનો દ્વારા કરવામાં આવી હતી.
B T P કરજણ તાલુકા પ્રમુખ ઘનશ્યામ વસાવા દ્વારા દેથાણ ગામમાં વસાવા સમાજને તંત્ર દ્વારા સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગ કરી છે. તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે B T P કરજણ તાલુકા પ્રમુખ ઘનશ્યામ વસાવા દ્વારા દેથાણ ગામમાં વસાવા સમાજને તંત્ર દ્વારા સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગ કરી છે. તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યા બાદ આજદિન સુધી દેથાણ ગામમાં વસાવા સમાજને સ્મશાનની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. તો સરકાર દ્વારા વસાવા સમાજને સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં એવી માંગ કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે દેથાણ ગામના વસાવા સમાજ જે સ્મશાનની સુવિધાથી વંચિત છે. તેઓને સ્મશાનની સુવિધા તંત્ર દ્વારા ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે.