Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખાવાવમાં ભાજપ કાર્યકરોની ટિફિન બેઠક યોજાઈ

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે માંગરોળ વિધાનસભા વિસ્તારના ભાજપ કાર્યકરોની યોજાયેલી ટિફિન બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ યુસીસીનો ખોટો પ્રચાર કરનારા વિઘ્ન સંતોષીઓ પર આંકડા પ્રહારો કરી જણાવ્યું કે યુસીસી થી આદિવાસી સમાજને કોઈપણ પ્રકારનું નુકસાન થવાનું નથી.

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતીમાં માંગરોળ વિધાનસભામાં ટીફીન બેઠક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તથા બુથ લેવલે અલ્પકાલિન વિસ્તારકોને આપવામાં આવેલ જવાબદારી તેમજ આગામી ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદના સેવા, સુશાસન અને કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા. માંગરોળ અને ઉમરપાડા તાલુકાની જીવદોરી સમાન કોસંબાથી ઉમરપાડા નેરોગેજ લાઈન જે વર્ષોથી બંધ પડેલ હતી જે રેલ્વે લાઈન રૂા.૪૭.૫૮ કરોડના ખર્ચે મીટર ગેજમાં રૂપાંતર કરવામાં આવનાર છે. જે મંજુરી પત્ર સાંસદ પરભુભાઈ વસાવા એ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને સુપ્રત કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવ, રેલ્વે રાજય મંત્રી દર્શનાબેન જરદોષ તથા સાંસદ ૫૨ભુભાઈ વસાવાનો આભાર વ્યકત કર્યો.

પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ કે, યુ.સી.સી. નો કાયદાની હાલ દેશમાં ચર્ચાઓ ચાલી રહેલ છે. કેટલાક વિજ્ઞ સંતોષીઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહયા છે. જેની ચોખવટ કરતા જણાવ્યું કે અનામત સલામત છે. આ કાયદો પસાર કરતા પહેલા સરકાર તમામ લોકોના અભિપ્રાયો મેળવી રહી છે જેમાં ખાસ આદિવાસી સમાજને કોઈપણ પ્રકારનું નુકસાન થશે નહીં.

Advertisement

આ કાર્યક્રમમા મહામંત્રી દિપકભાઈ વસાવા, મંત્રી સામસિંગ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, માંગરોળ, ઉમરપાડા અને તરસાડી નગર મંડળના સંગઠનના પ્રમુખ મહામંત્રી, તરસાડી નગરના કોર્પોરેટરો, આગેવાન હર્ષદભાઈ ચૌધરી, રીતેશભાઈ વસાવા અલ્પકાલીન વિસ્તારકો, સરપંચ ડે.સરપંચો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જિલ્લાના એક ગામમાં બનેલ બળાત્કારની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નામદાર અદાલત…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્રની પૂર્વ તૈયારીઓની કલેકટરે સમીક્ષા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!