ભરૂચના નાંદ ખાતે ૧૮ મી જુલાઈ ૨૦૨૩ ના રોજથી એક માસ માટે મેળાનું આયોજન થનાર છે. આ મેળામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે તેમજ તકેદારીના ભાગરૂપે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશીએ સ્થળ મુલાકાત કરી બેઠક યોજી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય અરૂણસિંહ રણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આગામી ૧૮ મી જુલાઈ ૨૦૨૩ શ્રાવણ વદ અમાસથી ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધી નાંદ ગામે મેળાનું આયોજન થનાર છે. આ મેળાના સુચારું આયોજન સંદર્ભે નાંદ ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશીના અધ્યકક્ષસ્થાને સ્થળ મૂલાકાત કરી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશીએ મેળામાં પાણી, પાર્કીંગ અને સ્વચ્છતા જળવાઈ તે માટે લાઈઝનીંગ અધિકારીઓને સૂચન કર્યો હતા.
મેળો દર ૧૮ વર્ષ બાદ આવતો હોવાથી ધાર્મિકતાની દ્રષ્ટી એ ધણું જ મહાત્મ ધરાવે છે. નર્મદા નદીમાં સ્નાનનો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોઈ છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્થળનો તકાજો લઈ અધિકારીઓને વિવિધ સૂચનો આપી વહીવટીતંત્રના લાઈનીંગ અધિકારીઓને માર્ગદર્શન આપી તકેદારીના પગલાં લેવા દીશાસૂચન આપ્યું હતુ.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઝનોર અને નાંદ ગામના સરપંચ અને ગ્રામજનો તેમજ વિવિધ વિભાગના લાઈઝનીંગ અધિકારીઓ હાજર રહ્યા હતા.