પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા નિકળવાના દ્રશ્યો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યા છે.
બારપુરા ગામમાં કોઝવે ન બનતા ઘૂંટણ સુધી પાણીમાં ગ્રામજનોએ નદીની વચ્ચેથી મૃતદેહને લઈ જવો પડ્યો, મોતનો મલાજો નથી જળવાતો તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે છતાં તંત્ર આ બાબતે કામગિરી કરવામાં પાછી પાની કરી રહ્યું છે.
વારંવાર ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલીઓ પડે છે તેમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લામાં પણ આ સ્થિતિ જોવા મળી હતી. રસ્તો અને કોઝ વે ન બનતા લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પાણીના વહેણની વચ્ચે નદીમાં સ્મશાન યાત્રા કાઢવી પડી હતી..
કોઝ વે બનાવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં કોઝવે નથી બન્યો. દર વખતે આ સમસ્યા જોવા મળી રહી છે. કપરાડાના બારપુરા ગામમાં મોતનો પણ મલાજો ન જળવાયો તે પ્રકારની સ્થિતિ આ ચોમાસા દરમિયાન સામે આવી હતી. નદીમાંથી સ્મશાન યાત્રા કાઢીને નદીને પેલે પાર લઈ જવા માટે લોકો મજબૂર બની રહ્યા છે. અંતિમ યાત્રામાં વારંવાર આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોઝ વે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.