ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે,પોલીસ વિભાગ દ્વારા ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, શીતલ સર્કલ, ABC ચોકડી થઈ મઢુલી સર્કલ, શ્રવણ ચોકડી, મનુબર ચોકડી દહેગામ બાયપાસ થઈ કર્મચારી ઓને લઈને નીકળે છે, ત્યારે દરેક સર્કલો ઉપર રોડ ઉપર ગમે તેમ ઉભી રાખી કર્મચારીઓને બસમાં બેસાડતા હોય છે, અને ઉતારતા હોય છે, જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ડ્રાઇવરો ટ્રાવેલ્સ પાર્ક કરી જતા રહે છે, જે અનુંસંધાને ટ્રાવેલ્સ એસોસિઅન નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલ તેમ છતાં જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ મુકેલી ટ્રાવેલ્સોને તથા મોટર સાયકલો તથા રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી.
ભરૂચ એ.બી.સી અને ટ્રાફિક પોલીસ દ્વારા ગત રોજ દિવસ દરમ્યાન રોંગ સાઇડ ડ્રાઇવિંગનો પાર્કિંગ, કાળા કાચના તેમજ ટ્રાફિક અડચણ સહિતના 135 થી વધુ કેસો કરી ચાલકો પાસેથી 71 હજાર ઉપરાંતનો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો.