આજે શ્રી હરિ કોટાથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા સમગ્ર દેશમાં ચંદ્રયાન-3 ના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે સુરતની વિદ્યાકુંજ શાળામાં ચંદ્રયાન-3 ની સફળતા માટે એક ખાસ પ્રકારની ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુરતની વિદ્યાકુંજના 7 જેટલા રંગોળી કલાકારો દ્વારા 22 કલાકની ભારે જહેમત બાદ ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં ચંદ્રયાન ફ્રન્ટના પ્રક્ષેપણનું આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે અને સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન ત્રણને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.