અંકલેશ્વરમાં પ્રદુષણની માત્રા અંગે અવારનવાર ચર્ચાઓ સામે આવતી હોય છે, વાયુ પ્રદુષણ હોય કે જળ પ્રદુષણ મામલે સતત અંકલેશ્વર ચર્ચામાં રહેતું હોય છે, તેવામાં એક વાયરલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં કાપોદ્રા ગામ પાસેની ખાડીમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હોય તેમ દર્શાવવામાં આવ્યું છે.
અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસેની ખાડીમાં ડોર ટુ ડોર ગોરબાજના મીની ટેમ્પો દ્વારા જાહેરમાં ખાડીની અંદર કચરો ઠાલવી ખાડી પ્રદુષિત બને તે પ્રકારનું કર્ત્યું કરવામાં આવી રહ્યું છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જો તંત્રના જ કોન્ટ્રાકટમાં આવતા આ પ્રકારના વાહન ચાલકોને ખાડીમાં કચરો નાંખવા માટે જણાવવામાં આવ્યું છે..? કે પછી ડમ્પિંગ સાઈટ સુધી કચરો ન લઈ જઈ નજીકમાં જ તેનો નિકાલ કરી ડીઝલ કે પેટ્રોલનું કૌભાંડ આચારવામાં આવી રહ્યું છે..? તેવી ચર્ચાઓએ આ વાયરલ વીડિયો બાદથી જોર પકડ્યું છે.
સમગ્ર મામલે તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે, કારણ કે અવારનવાર ખાડીઓ પ્રદુષિત થતા તેમાં રહેલા જળચર પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે તો બીજી તરફ પશુઓ પણ પાણી પીવા આવતા હોય આ પ્રકારના કચરાનાં વેસ્ટના કારણે ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે.