ભરૂચ જિલ્લા છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, ખાસ કરી આમોદ તાલુકામાં ગત રાત્રીના સમયે ભારે વરસાદ જોવા મળ્યો હતો, વરસાદના કારણે ખેતરો અને કેટલાય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.
આમોદથી પૂરસાને જોડતા માર્ગ ઉપર બે થી ત્રણ ફૂટ જેટલાં પાણી ફરી વળતા પૂરસા ગામમાં અવરજ્વર માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, માર્ગ પર પાણીના કારણે અનેક વાહનો અર્ધ વચ્ચે જ ફસાયેલાં નજરે પડ્યા હતા, તો બીજી તરફ ગામ તરફ અવરજ્વર માટેના મુખ્ય માર્ગ ઉપર જ વરસાદી પાણી માટેનો ચોક્કસ નિકાલ ન જણાતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.
Advertisement