Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં જન હિત રક્ષક સમિતિએ સમાન સિવિલ કોડ વિરુદ્ધ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

Share

માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે જન હિત રક્ષક સમિતિ ના આગેવાનોએ સમાન સિવિલ કોડ ( યુ સી સી) ના વિરોધમાં દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું. કેન્દ્ર સરકાર દ્વારા સમાન સિવિલ કોડનો કાયદો પસાર કરવાની વિચારણા ચાલી રહી છે જેને લઇ ખાસ આદિવાસી સમાજમાં સરકાર વિરુદ્ધ વિરોધ વંટોળ ઊભો થયો છે. માંગરોળ જનહિત રક્ષક સમિતિના આગેવાનો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા અને સમાન સિવિલ કોડ વિરુદ્ધ ભારે સૂત્રોચારો કર્યા હતા.

જનહિત રક્ષક સમિતિના આગેવાનોએ ફરજ પરના મામલતદારને એક આવેદન પત્ર સુપ્રત કરી જણાવ્યું કે સમાન સિવિલ કોડથી આદિવાસી સમુદાયના રૂઢિ પરંપરા(કસ્ટમરી લો) બંધારણીય અધિકારોને અનહદ નુકસાન થાય તેમ છે બંધારણીય કલમ અનુસૂચિ પાંચ અને છ મુજબ આદિવાસી સમાજને પ્રાપ્ત થયેલા હક અને અધિકારો સામે મોટો ખતરો ઉભો થશે. આદિવાસી સમાજ માટે શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે આપવામાં આવેલ અનામતો છીનવાઈ જશે જમીન સંરક્ષણ માટે બનાવેલ કાયદો, અને જળ જંગલ અને જમીન ના હક્કો આદિવાસી સમાજ ગુમાવશે તેઓ અમે માનીએ છે. વર્ષોની પરંપરા મુજબ ચાલતા આદિવાસી સમાજના રીતિ રિવાજો સમાન નાગરિક ધારાને કારણે છીનવાઈ જશે. આ પ્રકારની અનેક મુશ્કેલીઓ આ કાયદાથી ઊભી થશે જેથી અમારી સરકારને સ્પષ્ટ ચેતવણી છે કે સમાન સિવિલ કોડનો અમલ કરવામાં નહીં આવે અને સરકાર ઉપરવટ જઈ કાયદો લાવવાનો પ્રયાસ કરશે તો આદિવાસી સમાજ મોટું આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમયે આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદારને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું વધુ એક આવેદનપત્ર આપી 9 મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનના નિમિત્તે જાહેર રજા આપવાની માંગ કરી હતી. રાજ્યના ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને નોકરી કામ ધંધો કરે છે પરંતુ આદિવાસી દિવસની ઉજવણીમાં તેઓ જોડાઈ શકતા નથી. ત્યારે સરકાર આદિવાસીઓના હિતમાં નવમી ઓગસ્ટ આદિવાસી દિનને જાહેર રજા જાહેર કરે તેવી માંગણી સામૂહિક રીતે કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યામંદિર શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, ઘટનામાં કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

માતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!