Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં આદિવાસી સંગઠન દ્વારા યુ.સી.સી.નો પ્રબળ વિરોધ કરાયો

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી સંગઠનને સમાન સિવિલ કોડ (યુ સી સી) નો પ્રબળ વિરોધ કરી સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર દ્વારા સમાન સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે જેના વિરોધમાં ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી સંગઠન દ્વારા પ્રબળ વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમયે સંગઠનના આગેવાનોએ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ફરજ પરના નાયબ મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે આ દેશનો મૂળ નિવાસી આદિવાસી સમાજ વર્ષોથી તેમના રીતે રિવાજ પ્રમાણે જીવન જીવે છે. સમાજના સામાજિક અને ધાર્મિક રિવાજો પ્રથાઓ પરંપરાગત ચાલી આવે છે જેમાં લગ્ન વારસાઈ ગોદ લેવું, ઘર જમાઈ, ઉતરાધિકારી નક્કી કરવું, બહુપત્નીત્વ, છુટાછેડા, અને લગ્ન વગર યુવક યુવતીઓ સાથે રહી બાળક પણ ધારણ કરી શકે છે, પુનઃલગ્ન, મરણ વિધિ, લગ્ન વિધિ, કુળદેવી દેવતાઓ પ્રકૃતિની પૂજા કરે છે. યુસીસી લાગુ થવાથી આ તમામ રીતિ રિવાજો નષ્ટ થઈ જશે અને વધુમાં આદિવાસી સમાજના રક્ષણ માટે બનાવેલા કાયદાઓ શૈક્ષણિક અને રાજકીય અનામતના લાભો જળ, જંગલ અને જમીનના અધિકારો નષ્ટ થઈ જશે જેથી આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેમ છે ત્યારે આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. સરકાર આ કાયદાનો અમલ કરશે તો ન છૂટકે આદિવાસી સમાજને સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આદિવાસી સંગઠન દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલ યુક્ત પાણી પીતા ૨૫ જેટલા ઉંટના મોત

ProudOfGujarat

ઝઘડીયાના નાનાસાંજા નજીકથી બાયોડિઝલ ભરેલ ટેન્કર ઝડપાયુ

ProudOfGujarat

પિત્ઝા હટ, લા-પીનોઝ, ડોમિનોઝ સહિત 6 સંસ્થામાં ચીઝ-મેયોનીઝના સેમ્પલ ફેઇલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!