Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં શાસ્ત્રીબ્રિજ પાસેથી રિક્ષામાં દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

Share

પ્રિવેંન્ટિવ ક્રાઇમ બ્રાન્ચ એ શાસ્ત્રી બ્રિજ પાસેથી ઓટોરિક્ષામાં દારૂનો જથ્થો ડિલિવરી કરવા જતા રીક્ષા ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી રૂ. 1.17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, ઓટોરિક્ષામાં બે શખ્સો અમિત નગર સર્કલથી વિદેશી દારૂનો જથ્થો ભરી અલકાપુરી તરફ રવાના થયા છે. જેના આધારે પોલીસે શાસ્ત્રી બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની રીક્ષા ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં રીક્ષા ચાલક હેમુ હોતચંદ રતલાણી ( રહે- જુના આરટીઓ પાસે ,વારસિયા) અને ધર્મેશ ઉર્ફે ધવલ અશોકભાઈ રાજપુત (રહે -કિશનવાડી) હોવાનું બહાર આવ્યું હતું. રીક્ષા ચાલકે કબુલાત કરી હતી કે, પ્રકાશ સિંધી નામની વ્યક્તિએએ ફોન કરી જણાવ્યું હતું કે, કિશનવાડી એસઆર પેટ્રોલ પંપ પાસે શૈલેષ ઉર્ફે કાનો રાજપૂતનો ભાઈ ધર્મેશ ઉર્ફે ધવલ રાજપુત ઉભો છે. તેને લઈને સાઈનાથ પાર્ક સોસાયટી અમિત નગર મારા ઘરે આવી જા. જ્યાં તેણે રિક્ષામાં આ થેલા મૂકી અલકાપુરી એક્સપ્રેસ હોટલ જવાનું જણાવ્યું હતું. દરોડા દરમ્યાન પોલીસે રૂ. 55 હજારની કિંમત ધરાવતી દારૂની 22 બોટલો ,ઓટો રીક્ષા, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,17,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પ્રકાશ સિંધી, શૈલેષ ઉર્ફે કાનો રાજપૂત અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય કેબિનેટે ભારતની 12 ગેરઆદિવાસી જાતિઓને ST માં સામેલ કરતાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં બાયપાસ રોડ પર પોલીસે ફ્રૂટની લારીની તોડફોડ કરતા વેપારીઓમાં રોષની લાગણી…

ProudOfGujarat

મલ્ટીપ્લેક્ષમાં કેમ મોંઘી મળે છે પોપકોર્ન, જાણો PVR ના એમડીએ શું કહ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!