નર્મદા જિલ્લામાં વરસાદના આંકડા જોતાં ગરૂડેશ્વર તાલુકામાં ૪૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૪૧ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૮ મિ.મિ. દેડીયાપાડા તાલુકામાં-૧૬ મિ.મિ. અને સાગબારા તાલુકામાં ૧૩ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
નર્મદા જિલ્લામાં સતત બે દિવસ સારા વરસાદ થવાના કારણે ડેમોની સપાટીમાં પણ વધારો નોંધાવવાનું છે જેમાં ખાસ કરીને નર્મદા ડેમની સપાટી 123.49 મીટર નોંધેલ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક 41 હજાર ક્યુસેક એની સામે 5320 ક્યુસેક જાવક નોંધાઈ છે. જ્યારે અન્ય ડેમોની સપાટી જોતા કરજણ ડેમની સપાટી 102.4 મીટર, નાના કાકડિઆંબા ડેમની સપાટી 178.95 મીટર જ્યારે ચોપડવાવ ડેમની સપાટી 181.4 મીટર નોંધાય છે. નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 15.78 મીટર છે.
Advertisement