Proud of Gujarat
FeaturedGujaratINDIA

વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ

Share

ભરૂચના ઝઘડિયા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા કેદીને વચગાળાના જામીન પરથી ફરાર તથા ફરારી સમય દરમ્યાન ખુનની કોશિષના ગુન્હામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ એ અંકલેશ્વર ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

ઝઘડિયા પોલીસ સ્ટેશન પાકા કામના કેદી નં. 85410 અશોક ભીખાભાઈ વસાવા રહે. ઝઘડિયા હનુમાન ફળિયાને ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ દ્વારા બળાત્કાર તથા ખૂનની કોશિશના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ફરમાવેલ હોય જે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પંદર દિવસના વચગાળાના જામીન પર મુકત કરવામાં આવેલ હોય જે મજકૂર કેદીને સમય અવધિ પૂર્ણ થતાં પહેલા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ ના હોય આથી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોય જેને બાતમીના આધારે અંકલેશ્વર, સુરત, વડોદરા વગેરે વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આરોપીને અંકલેશ્વર ભાટવાડ ખાતે તેની સાસરીમાં આવનાર હોય તે સ્થળે પોલીસ દ્વારા બાતમીના આધારે અંકલેશ્વર ખાતેથી ઝડપી લીધેલ છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી ભરૂચ ફલૉ સકોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એ. રાણા, એ.એસ.આઇ ગીરીશભાઈ, મગનભાઈ, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ, અશોકભાઈ, અનિલભાઈ, રાકેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement

Share

Related posts

કોરોના મહામારી વચ્ચે રાજ્યના લોકો માટે રાહત, અંકલેશ્વરમાં શરૂ થશે ભારત બાયોટેકની કોવેકશીનનું ઉત્પાદન.

ProudOfGujarat

પાલેજ નગરમાં મકરસંક્રાંતિ પર્વની તડામાર તૈયારીઓ શરૂ…

ProudOfGujarat

નેત્રંગ ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ નૂતન વર્ષની શુભેચ્છા મુલાકાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!