હાલ વરસાદી માહોલ હોય ત્યારે અનેક જગ્યાએ વિજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વોર્ડ નં 2 અને 7 માં છેલ્લા ત્રણ દિવસથી લાઈટના ધાંધીયા હોવાના કારણે નગરપાલિકાના ચેરમેન મનુભાઈ જોગરાણા, નગરપાલિકા ચેરમેન મહેન્દ્રસિંહ ઝાલા, આ આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા ત્યારે લોકોમા ચર્ચા થઈ હતી કે જો પાલિકાના આવા હોદ્દેદારોનુ પીજીવીસીએલમા કામ નથી થતું તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા ડેપ્યુટી કલેકટર અને લીંબડી પીજીવીસીએલ ડિવિઝન ઓફિસમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલ્દી આ સમસ્યાનો ઉકેલ આવે તે લોકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી તેમજ જો આ સમસ્યાનો ઉકેલ જલ્દી નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેવી ચિમકી ઉચ્ચારી હતી ત્યારે આ આવેદનપત્ર આપવા માટે લીબડીના વોર્ડ નંબર 2 અને 7 ના લોકો દોડી ગયા હતા.
લીંબડીનાં વોર્ડ નંબર 2 અને 7 માં ત્રણ દિવસથી વિજ પુરવઠો ખોરવાતા રહિશોએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
Advertisement