ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપનારા તત્વો સામે પોલીસ વિભાગે સતત લાલઆંખ કરી છે તેમજ ગુનેગારોને કાયદાના સકંજામાં લઈ તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે કાળા કલરની મોટર સાયકલ નંબર GJ 05 FZ 8143 ઉંમર શંકાસ્પદ ગઠીયાઓ ABC ચોકડીથી કસક સુધીના રોડ ઉપર આંટાફેરા મારે છે જે બાતમીના આધારે શીતલ સર્કલ નજીક વોચ ગોઠવી બંને ઈસમોને રોકી તેઓની તલાસી લેતા તેઓ પાસેથી પાંચ જેટલાં મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જે બાદ પોલીસ દ્વારા મોબાઈલ ફોન અંગે બિલ કે આધાર પુરાવાઓ માંગતા તેઓ પાસે મળી આવેલ નહીં જેથી તેઓની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા બંને યુવકો ભાંગી પડેલ અને તેઓ સુરતના કોસાડથી બાઈક લઈ ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરી બાઈક લઈ સ્પીડમાં ભાગી જતા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે આસીફ અશરફ શાહ રહે, કોસાડ આવાસ, સુરત તેમજ સોહીલ ઈબ્રાહીમ પટેલ રહે, કોસાડ આવાસ સુરત નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી 5 નંગ મોબાઈલ ફોન તેમજ બાઈક મળી કુલ 1,14,000 નૉ મુદ્દામાલ નૉ કબ્જો લઈ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.