Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોલેજ રોડ પર ચાલુ કારમાં અચાનક આગ લાગી, કાર ચાલકનો આબાદ બચાવ

Share

ભરૂચમાં કોલેજ રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જી.જે ૫ સી જે ૮૨૭૬ માં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યાં હતાં. જેમાં કાર ચાલક સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ કાર ચાલકે ગઈકાલે રાત્રે જ પેટ્રોલથી ચાલતી ગાડીમાં સી.એન.જી કીટ ફીટ કરાવીને પોતાના ઘરે પહોંચ્યા હતા અને આજે સવારે પોતાના ઘરેથી કાર લઈને કોલેજ રોડ ઉપર જતા હતા ત્યારે અચાનક ચાલુ કારમાં આગળના બોનેટના ભાગે આવેલા એન્જિનમાંથી ધુમાડો નીકળતાં કાર ચાલક સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ સી. એન.જી કીટ ફીટ કરાવતા પેટ્રોલના એન્જિનમાંથી પેટ્રોલ લીકેજ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઇ રહ્યું છે. આગ લાગવાના કારણે કોલેજ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

રાજપીપળા : પશ્ચિમ બંગાળમાં હિંસા માટે ચુંટણી પરિણામો પછી લોકતંત્રને શરમાવે તેવી હિંસા માટે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

કિયા ગામના પાટિયા નજીક કારે મોટર બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર દંપતીના કરૂણ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!