આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા દરેક તાલુકામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ આજ રોજ “વિશ્વ વસ્તી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં બે તબક્કાવાર ઉજવણીનું આયોજન કરાયું છે. લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ભરૂચ શહેરમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંર્તગત “કુંટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશુંના સંકલ્પને સાર્થક કરવા આરોગ્ય વિભાગ સજજ બન્યું છે. જે અંર્તગત આજરોજ ભરૂચ શહેરમાં જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણીના પ્રથમ તબકકાના અંતમાં રેલીનું આયોજન કરાયું હતું.
વિશ્વ વસ્તી દીવસની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ દુલેરાએ ફેલેગ બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાયે તે હેતુથી યોજાયેલી આ રેલી ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂ થઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સમાપન થયું હતું.
આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનું કુંટુંબ, સુખી કુંટુંબ, ઘરમાં બે બોળકોની જોડી સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીઓ, મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.