Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાપીના ગીતાનગરમાં બલેનો કારમાંથી 97 કિલો ગાંજો પકડાયો

Share

વાપીના ગીતાનગરમાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે કારમાંથી 97 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. ફરાર આરોપી સામે અગાઉ ગાંજાના ત્રણ ગુના નોંધાયા હતા. ફરાર સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.

વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે વાપીના ગીતાનગરમાં બલેનો કાર (નં.એમએચ-04-સીવી-7976) ને અટકાવી હતી. પોલીસે કાર અટકાવતા જ એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે કાર ચાલકને પકડી પાડી કારમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળા ભરેલા મળી આવ્યા છે. કોથળામાં તપાસ કરતા સફેદ કલરના પાવડરના પેકેટો મળી આવ્યા હતા. બાદમાં પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરિક્ષણમાં ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 97.650 કિ.ગ્રામ ગાંજોનો જથ્થો અને કાર જપ્ત કરી કાર ચાલક વસીમ નજીર સૈયદ (ઉ.વ.35, રહે.પાલઘર,મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી ફરાર શરીફ સલીમ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. વોન્ટેડ આરોપી સામે અગાઉ પણ ગાંજાબા ત્રણ ગુના નોંધાયા હતા. છેલ્લા લાંબા સમયથી ગાંજાની હેરાફેરીનું નેટવર્ક ચલાવે છે. કાર ચાલકની પૂછપરછમાં ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના પાલઘરથી રહેમાન શેખ અને સિદ્દિક શેખે ભરાવી વોન્ટેડ આરોપી સાથે જથ્થો લઇ વાપી આવવા નિકળ્યા હતા. શરીફ શેખે ચાલકને ટ્રીપ મારવા રૂ.4 હજાર નક્કી કર્યા હતા. વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી વોન્ટેડ આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

અત્રે નોંધનીય છે કે થોડા મહિના અગાઉ વાપીમાં નોંધાયેલા ગાંજાના ગુનામાં વોન્ટેડ આરોપી રહેમાન સલીમ શેખની સંડોવણી બહાર આવતા વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીએ ધરપકડથી બચવા વકીલ મારફતે રજૂ કરેલી આગોતરા જામીન અરજી વાપી કોર્ટે હાલમાં જ નામંજૂર કરી હતી.


Share

Related posts

વડતાલધામમાં દેવોને ર૧ હજાર કિલો વાનગીઓનો મહાઅન્નકુટ ધરાવાશે.

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાનાં રિમાન્ડ હાઈકોર્ટમાં 20 તારીખ સુધી નો સ્ટે કરાયા.

ProudOfGujarat

વિકસિત ભારત વિકસિત ગુજરાત″ થીમ અંતર્ગત જંબુસર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષપદે યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!