Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલના વેરાવીમાં નાંદરવા દેવની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેરાવી ખાતે પ્રકૃતિ પુંજક આદિવાસી સમાજ દ્વારા નાંદરવા દેવની ઉજવણી કરવામાં આવી હતી. વરસાદ ઋતુના આગમન બાદ આદિવાસી સમાજ દ્વારા પ્રતિવર્ષ પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે જેમાં નાદરવા દેવનું વિશેષ મહત્વ હોવાથી ગામના સમગ્ર આદિવાસી સમાજના લોકો સામૂહિક પ્રકૃતિની પૂજા કરે છે અને મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન હોવાથી તેઓના પશુ નિરોગી રહે તે માટે વનસ્પતિની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેતરમાં ધન ધાન્યની વાવણી ખેડૂતો કરતા હોય છે.

વાંકલના વેરાવી ખાતે મુખ્ય માર્ગ ઉપર કોલેજ નજીક આવેલ નાંદરવા દેવના મંદિરમાં સમગ્ર ગામના લોકોએ વર્ષોની પરંપરા મુજબ દેવની પૂજા અર્ચના કરી હતી અને આવનારા વર્ષ દરમિયાન પોતાનો પરિવાર તંદુરસ્ત રહે તેમના પશુઓ તંદુરસ્ત રહે અને ખેતરોમાં ખૂબ ધન્ય થાય તેવી પ્રકૃતિ દેવ સમક્ષ યાચનાઓ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ માં જ્યાં મોર ના ટહુકાઓ વચ્ચે સવાર થાય છે..ત્યાં મોર દેખાયો ઘાયલ અવસ્થામાં…જાણો વધુ…

ProudOfGujarat

સુરતના મેયરને કછુઆ અગરબત્તી આપી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

દો…દો….47 ગીત ભારે પડ્યું – અંકલેશ્વરના માર્ગો પર કાર ચાલક યુવાનોનો વીડિયો ચર્ચામાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહી, 6 યુવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!