ભરૂચ જિલ્લામાં બેફામ અને બિન્દાસ બનેલા ગુનેગારી તત્વો સામે જિલ્લા પોલીસ વડા સહિત રેંજ આઈ જી ની સૂચનાથી વિવિધ પોલીસ મથકના કર્મીઓ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનેગારો સામે સતત લાલ આંખ કરવામાં આવી રહી છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા શંકાસ્પદ કેમિકલ ભરી વહન થતા એક ટેન્કરને ઝડપી પાડયુ હતું.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ પરિવાર હોટલના કંમ્પાઉન્ડમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર નંબર GJ 07 YZ 1766 ને કોઈ જગ્યા ખાલી કરવા જવાનું હોવાની બાતમીના આધારે ઝડપી પાડયુ હતું. પોલીસ પકડમાં આવેલ ટેન્કરની અંદરના ભાગે કાળા કલરના કેમિકલ વેસ્ટનો જથ્થો 28000 લીટર સાથે ચાલક ચંદ્રપ્રકાશસિંહ વિજયસિંહ ચૌહાણ રહે, રાજસમંદ, રાજસ્થાન નાઓની ધરપકડ કરી કુલ 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.