કચ્છમાંથી ગુપ્ત રીતે માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરતો ઈસમ પકડાયો છે. બીએસએફના એક યુનિટમાં રહીને પ્યૂન તરીકેની કામગિરી કરતો શખ્સ ખૂફીયા જાણકારી પહોંચાડવાનું કામ કરતો હતો.
ગુજરાત એટીએસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ શખ્સ કોને કયા અન્ય કયા કારણોસર માહિતી મોકલતો હતો. કેવી રીતે કોન્ટેક્ટ થયો તેની સાથે અન્ય કોની સંડોવણી છે એ તમામ બાબતે તપાસ થશે. જો કે, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છના બીએસએફ યુનિટમાં રહીને તમામ જાણકારી એકત્ર કરીને પાકને પહોંચાડવાનું કામ કરતા નિલેશને પકડી પાડવામાં આવ્યો છે. તે પાકિસ્તાનને આ જાણકારી રુપિયા માટે આપતો હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે. ગુજરાત એટીએસને આ મામલે શંકા જતા તપાસ કરતા પાકિસ્તાન તેના હેન્ડલર દ્વારા આ કામ કરાવતું હતું.
એક માહિતી આપવા માટે 25 હજારથી વધુ રુપિયા પણ મેળવ્યા હોવાના જાણકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે અત્યારે નિલેશ નામના આ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.