સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં 3 જી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગૃપ મિટિંગ ઓફ જી20 ની મળનારી બેઠકને અનુલક્ષીને એકતાનગર વહિવટી સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠક કેન્દ્રીય ગ્રામિણ વિકાસ વિભાગના નિયામક કુલદીપ આર્યાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ યોજાયેલી બેઠકમાં જી-20 સંદર્ભે આનુસંગિક વાહન, પાર્કિંગ, ટ્રાન્પોર્ટેશન, આરોગ્ય, લાઈટ, રહેઠાણ, ભોજન, ફાયર સેફ્ટી અંગેની કામગીરીઓને આયોજનબદ્ધ રીતે કરવા માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સુચનો આપીને માર્ગદર્શિત કરી પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ વિભાગના નિયામક કુલદીપ આર્યા દ્વારા પ્રેઝન્ટેશન થકી જી-20 સંદર્ભે સૂચિત કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમ આયોજનબદ્ધ રીતે થાય તથા યોગ્ય વ્યવસ્થા, કાર્યક્રમ, સેસન્સ મીટ અંગેની ટેન્ટેટિવ સેડ્યુઅલથી ઉપસ્થિત અધિકારીઓને માહિતગાર કર્યા હતાં. આ વર્ષે ભારત દેશ આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટના હોસ્ટ કરી રહ્યું છે. આ વર્ષે કરવામાં આવી રહેલા જી-20 પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. તેમા વિશ્વના અલગ અલગ દેશના ૨૦૦ જેટલા ડેલીગેટ્સ આ બિઝનેસ મીટમાં ભાગ લઈ રહ્યાં છે અને તેઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં યોજાઈ રહેલી સમિટ વિશેષ છે. આ વિશ્વ પ્રવાસન સ્થળ છે અને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાનું આગવું મહત્વ છે. તેથી આ મહત્વ પૂર્ણ બેઠક ડેલીગેશન માટે ખુબ જ ખાસ રહેનાર છે.
આ અંગે આગામી ૧૦ મી જુલાઈએ ટેન્ટસીટી – ૧ ખાતે ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રકચરનું સત્ર અંગે કાર્યક્રમ યોજાશે. તા. ૧૧-૧૨ જુલાઇના રોજ ફર્ન હોટલ ખાતે વિવિધ જી-20 અંગેના કાર્યક્રમો યોજાશે. સાથે પ્રવાસન સ્થળની વિદેશી ડેલીગેશનને સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતામોલ તથા વિવિધ પ્રવાસન પ્રકલ્પોની મુલાકાત યોજાશે. તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.