ભરૂચના જંબુસરની નવયુગ શાળામાં આજે સવારે મેદાનમાં સાપ આવી જતા, તાત્કાલિક અસરથી શાળાના પ્રિન્સિપાલે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સાપનું રેસ્ક્યુ કરી તેને અન્ય જગ્યાએ છોડવામાં આવ્યો હતો.
જંબુસરના નવયુગ વિદ્યાલયમાં આજે સવારે અચાનક જ મેદાનમાં સાપ આવી જતા શાળા પરિવારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, આ સાપ વરસાદી માહોલ હોવાના કારણે આસપાસના વિસ્તારમાંથી આવી ગયેલ હોય, જેને સેવક વિક્રમસિંહ ગોહિલે આચાર્યને જાણ કરતા નવયુગ વિદ્યાલયના આચાર્યએ તાત્કાલિક અસરથી જંબુસર ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી અનિલભાઈ તાબડતોબ શાળાએ પહોંચ્યા હતા, શાળાએ પહોંચી સાપનું રેસ્ક્યુ કરી સાપને અવાવરૂ જગ્યાએ છોડ્યો હતો. શાળા પરિવાર અને મંડળે ફોરેસ્ટ ઓફિસર અને ફોરેસ્ટ કર્મચારીની શ્રેષ્ઠ કામગીરીની સરાહના કરી હતી.
અત્રે નોંધનીય છે કે જંબુસરની નવયુગ વિદ્યાલયમાં કોઈ કારણસર સાપ આવી ગયેલ હોય જેને શાળાના પ્રિન્સિપાલે સમય સૂચકતા વાપરી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ન પ્રસરે તે પૂર્વે જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરી સાપનુ રેસક્યું કર્યું હતું જેથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ સુવ્યવસ્થિત રીતે કરી શક્યા હતા.