વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી ની લૉ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 70 દિવસથી પરિણામો જાહેર કર્યા નથી સાથે સાથે લો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના વિદ્યાર્થીઓએ ફેકલ્ટીના ઓ એસડી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યું છે કે, 1st year BALLB, 2nd year BALLB, 1st year LLB, અને 2nd year LLB ના અને સેમેસ્ટર ની પરીક્ષા માટે પરિણામોની ઘોષણા ૭૦ દિવસ થી વધારે થઈ ગયા છે પણ છતાં પરિણામ જાહેર કરવામાં આવતા નથી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ફેકલ્ટી બિલ્ડિંગમાં પડતી મુશ્કેલીઓ નિવારવા અંગેની માંગણી સાથે જણાવ્યું છે કે, ફેકલ્ટી અને રેગ્યુલર લેક્ચર્સ શરૂ થઈ ગયા છે અને ચોમાસાની સિઝન પણ આવી ગઈ છે, ફેકલ્ટીમાં જંતુ અને મચ્છરની સમસ્યા સર્જાઈ રહી છે. ફેકલ્ટી પરિસરનું ફોગિંગ કરો. ફેકલ્ટી પરિસર, વર્ગખંડો અને શૌચાલય સાફ કરવા. ઉપરાંત, ફેકલ્ટીના વૉશરૂમનાં વોશબેસિન અને ટોયલેટ તૂટી ગયા, તેથી તેને બદલવા અને જાળવણીની જરૂર હતી. પુસ્તકાલયમાં પુસ્તકોની સંખ્યામાં વધારો કરવો. અમારી ફેકલ્ટીની સંખ્યાની સરખામણીમાં, પુસ્તકોની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે.