Proud of Gujarat
FeaturedGujaratINDIA

એકતાનગર ખાતે દ્ધિદિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમ યોજાયો

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે એકતા નગર ટેન્ટ સીટી -2 ખાતે તા.5 અને 6 જુલાઈ દરમ્યાન દ્ધિદિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” નું આયોજન કરવામાં આવ્યુ હતુ. “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” નો પ્રારંભ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, જાણીતા કવિ અને વક્તા મણીલાલ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સાહિત્ય ગોષ્ઠીને ખુલ્લી મુકાઈ હતી.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગર ખાતે સ્થાપી છે, ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારે હવે કલાના વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે અને આ થકી હવે કલાપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. વધુમાં અગ્રવાલે જણાવ્યુ હતુ કે, એકતાનગર ખાતે આયોજીત “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી કાર્યક્રમમાં સાહિત્યકારોની રચના પ્રગટ થનાર છે તેને અત્રે આવનાર પ્રવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશુ જેનાથી અત્રે આવનાર પ્રવાસીઓને પ્રેરણા મળશે.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, દ્રિદિવસીય આ “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમમાં ગુજરાતભરના ૪૦ જેટલા સાહિત્યકારોએ ભાગ લીધો હતો, સરદાર વલ્લભભાઇનો અક્ષરદેહ અને સાહિત્યમાં સરદારનો પ્રભાવ સહિત ગુજરાતી સાહિત્યના પ્રવાહો જેવા વિષયો પર ચર્ચા યોજાઇ હતી, સૌપ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે જેની અમને ખુશી છે. સાહિત્યિક પ્રવૃત્તિ એ સમગ્ર લોક-ચેતના (જનજાગૃતિ)ની અભિવ્યક્તિ છે. તે સમગ્ર સમુદાય, તેની સંસ્કૃતિ, તેના લોકજીવન અને સામાજિક જીવનને પ્રતિબિંબિત કરે છે, ત્યારે આગામી ભવિષ્યમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર સાથે મળીને રચનાત્મક કાર્યો કરવા અમે કટીબદ્ધ છીએ. સાહિત્ય અકાદમીએ 200 દિવસમાં 200 કાર્યક્રમો અને 100 જેટલાં પ્રકાશનો કર્યા હોવાની ઉપલબ્ધી રજૂ કરી હતી. આગામી દીવસોમા રાષ્ટ્રીય કક્ષાના યોજાનાર સાહિત્ય સંમેલનમાં 22 ભાષાના 250 થી વધુ સાહિત્યકારોને જોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાનું સંમેલનપણ સાહિત્ય અકાદમી યોજવા જઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જાણીતા કવિ અને વક્તા મણિલાલ હ પટેલે રાષ્ટ્રીય એકતા અને સાહિત્ય વિષય ઉપર માનનીય પ્રવચન આપી ગુજરાતી કવિતા અને કવિના મિજાજ અંગે સુંદર છણાવટ કરી હતી..અને જણાવ્યું હતું કે શબ્દ પોતે ઓગળીને ભાવ સુધી પહોંચે ત્યારે કવિની કવિતા સાર્થક થાય છે.

બીજા સેશનમાં જાણીતા કવિ વિનોદ જોશીએ કવિની આત્માની કલા વિષય ઉપર રસપ્રદ પ્રવચન કરીને સાહિત્યકારોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. તેમણે કહ્યું હતું કે ભાષા છેતરી શકે પણ ભાવને છેતરી શકાતો નથી. ભાષાની અભિનવ્યક્તિ ભાવ સાથે જોડાય ત્યારે આત્માની અનુભૂતિ થવી જોઈએ. તેમણે કવિતાને આત્માની કળા હોવાની જણાવી સરસ્વતોને ભાવ સાથે જોડી દેતા વિનોદ જોશીના મનનીય પ્રવચન સાંભળીને અભિનભૂત થયેલા સૌ ઉપસ્થિત સરસ્વતોએ જગ્યા પર ઉભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. તો હસીત મહેતાએ સરદાર વલ્લભભાઈનો અક્ષરદેહ અને પૂર્વ મહામાત્ર અજયસિંહ ચૌહાણે સાહિત્યમાં સરદારનો પ્રભાવ ઉપર આપેલા વ્યાખ્યાનથી માહોલ સરદારમય બની ગયો હતો.

સમાપન સમારંભમાં કવિ હિતેન આનંદ પરાના સુંદર સફળ સંચાલન સાથે યોજાયેલાં કવિ સંમેલનમાં સર્વ કવિશ્રી અને ગુજરાતનાં મૂરધન્ય સાહિત્ય કારોની ઉપસ્થિતિ માં આ. કવિ સર્વશ્રી વિનોદ જોશી, મણિલાલ હ પટેલ, ભાગ્યેશ ઝા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, અજયસિંહ પરમાર, આશા ગોહિલ, ધ્વનિલ પારેખ, પ્રજ્ઞા વશી, સંજુભાઈ, સૌમિલ મુન્શી, આરતી મુન્શી, રક્ષાબેન, કૃષ્ણ દવે, શ્યામલ મુન્શી વસંત જોશી, ડૉ. કે ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, નિસર્ગ આહીર, શૈલેષ પંચાલ, દીપક જગતાપ વગેરે કવિઓએ કાવ્ય મંચપરથી સુંદર કાવ્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

Advertisement

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર શિવમ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો જાણો શુ છે કારણ..

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા તેમજ રોટરી ક્લબ દ્વારા રામકુંડ સમસાન ભૂમિ ખાતે રોટરી હોલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ગુજરાતી જનતા ના આવી ગયા અચ્છે દિન😍😍પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં ઘટાડો સહિત સરકાર ના આ રહ્યા મહત્વના નિર્ણયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!